Top

ABOUT US

ડૉ. નયન ઠક્કર

B.A.M.S. – ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટીમાન્યતા પ્રાપ્ત “ જે. એસ. આયુર્વેદિક મહાવિદ્યાલય ” નડિયાદ ખાતે આયુર્વેદ સ્નાતક નો અભ્યાસ.

M.D. (acu) – “ એક્યુપ્રેસર સંસ્થાનમ ” જોધપુર ,રાજસ્થાન થી “ માસ્ટર ડીપ્લોમા ઇન એક્યુપ્રેસર થેરાપી ” અનુસ્નાતક નો અભ્યાસ કરેલ. CFN – IGNOU – ઇન્દિરા ગાંધી નેશનલ યુનિવર્સી ખાતે થી ફૂડ અને ન્યુટ્રીશન નો કોર્સ કરી પદવી પ્રાપ્ત કરેલ.

પતંજલિ ચીકીત્સલાય માં છેલ્લા 8 વર્ષથી હજારો દર્દીની ની નિ:શુલ્ક નિદાન અને ચિકિત્સા દ્વારા જુના હઠીલા રોગોમાંથી મુક્તિ અપાવી. ગ્રામ્ય વિસ્તારમાં આયુર્વેદ અને યોગ ની જાગૃતિ માટે “ શ્રી જલારામ સેવા ટ્રસ્ટ ” ની સ્થાપના કરીને નિ:શુલ્ક નિદાન કરી મેગા કેમ્પનું નિયમિત આયોજન કરવામાં આવે છે.

આરોગ્ય ભરતી ગાંધીધામ ના અધ્યક્ષ પદે છેલ્લા 4 વર્ષથી સેવા આપી અને સ્વાસ્થ્ય સંવર્ધન અને “મધુમેહ મુકત ભારત” અભિયાન ના સકીર્ય કાર્યકર્તા

Clinic Details

A holistic experience is what Akshar Ayurvedic Hospital aims for with its range of Ayurvedic treatments and therapies with the expert hands who make sure of it in every minute detail.

આયુર્વેદ પદ્ધતિમાં રોગને જડમુળમાંથી નાબૂદ કરવા ઉત્તમ ચિકિત્સા એટલે પંચકર્મ ચિકિત્સા . વેદકાળથી લઈને આજ સુધી પ્રચલિત થયેલ પંચકર્મ નો હવે અધતન ટેકનોલોજી દ્વારા વિકાસ કરવામાં આવેલ છે .

પંચકર્મ દ્વારા શરીરમાં જમા થયેલ તત્વો (વિષ) તથા પ્રમાણથી વધી ગયેલ દોષોને શરીર થી બહાર કાઢી રોગોનું નિવારણ કરવામાં આવે છે . આ પદ્ધતિ વડે લાંબા સમય થી ચાલતા હઠીલા રોગો જન્મજાત રોગો , વારસાગત રોગો વગેરેનો જડમુળથી નાશ કરે છે. પંચકર્મમાં મુખ્ય પાંચ કર્મો તથા અન્ય કેટલાક પ્રચલિત કર્મોનો સમાવશ થાય છે.


વમન : દવા દ્વારા ઉલટી કરાવી મુખમાર્ગેથી કફ પ્રધાન દોશોને કાઢવાની ક્રિયા ચિકિત્સા. સોરાયસીસ , જુની શરદી ,શ્વાસ ,ચામડીનાં રોગો ,વાઈ ,પેટના રોગો વગેરે રોગોમાં ઉપયોગી છે .

વિરેચન : દવા દ્વારા ઝાડા કરાવી ને શરીર શુદ્ધક્રિયા ચિકિત્સા .જાડાપણું ( OBESITY), વંધ્યત્વ, એસીડીટી, જુની કબજીયાત, સ્ત્રી રોગો, પાચનના રોગોમાં, ચામડીનાં અને લોહી બગાડના રોગોમાં ઉપયોગી છે .

બસ્તિ : યંત્ર વડે ગુદા માર્ગોથી ઔષધી દાખલ કરવાની ક્રિયા ચિકિત્સા . સાંધાનો દુઃખાવો, કમરનો દુઃખાવો, પક્ષઘાત, કંપવાત, સાયટીકા, અલ્સરેટીવ કોલાઈટીસ, જુની કબજીયાત, IBS, વગેરેમાં ઉપયોગી છે.

નસ્ય : ઔષધિ સિદ્ધ તેલ,ઘી કે અન્ય દ્રવ્યના નાકમાં ટીપાં નાખવાની ક્રિયા ચિકિત્સા. જૂની શરદી,માથાનો દુઃખાવો,સફેદ વાળ,ખરતા વાળ,માનસિક રોગો, સ્ત્રી રોગ, લકવા,આંચકી, અંનિદ્રા, યાદ શક્તિ વધારવામાં ઉપયોગી છે.

રક્તમોક્ષણ : જલોકા દ્વારા દુષિત રક્તને બહાર કાઢવાની ક્રિયા ચિકિત્સા. ખરજવું, દાદર,શીળસ વગેરે લોહીથી થતા ચામડીના વિકારોમાં ઉપયોગી છે.


ઉપકર્મ-અન્યકર્મો

અભ્યંગ : આખા શરીરે ઔષધ યુક્ત તેલ વડે માલીશ. સંધિવાત, પક્ષઘાત, સાયટીકા, લકવો, વૃદ્ધાવસ્થા અટકાવવા, માંસપેશીની નબળાઈ, નાડીતંત્ર ના રોગો જાડાપણું, અંનિદ્રા, વગેરમાં ઉપયોગી છે.

સ્વેદન : ઔષધિ યુક્ત દ્રવ્યો વડે વરાળથી શેક કરવાની ક્રિયા. સ્નાયુ અને સાંધા મજબૂત બને છે. શરીરમાં હળવાસ આવી સ્ફૂર્તિ આવે છે. સંધિવાત, આમવાત વગેરેમાં ઉપયોગી છે.

શિરોધારા : વિશિષ્ટ યંત્ર વડે શિર પર ઔષધિયુક્ત તેલ, દૂધ, તક્ર (છાશ) ની ધાર કરવામાં આવે છે.
માનસિક તણાવ, વૃદ્ધાવસ્થા અટકાવવા, ખરતા વાળ, સફેદ વાળ, અંનિદ્રા, બ્લડપ્રેશર.

કટીબસ્તિ : અડદના લોટની પાડ વડે કમરના ભાગ પર તેલ ભરી રાખવાની ક્રિયા. કમરનો દુઃખાવો, સાયટીકા, મણકાનો ઘસારો SPONDYLITIS વગેરેમાં ઉપયોગી છે.

શિરોબસ્તિ : વિશિષ્ટ પદ્ધતિ વડે શિર પર તેલ ભરી રાખવાની ક્રિયા. કંપવાત, વાયુના, નાડી ને ચેતાતંત્રના રોગોમાં ઉપયોગી છે.

નેત્રતર્પણ : આંખ પર વિશેષ રીતે ઔષધિયુક્ત ઘીનું પૂરણ કરવાની ક્રિયા. આંખના વધતા નંબર અટકાવવા, ઘટાડવા, ઝાંખું દુખાવુ,નસ સુકાવવી, વગેરે નેત્ર રોગોમાં ઉપયોગી છે.

જાનુબસ્તી : વિશેષ પદ્ધતિ દ્વારા ગોઠણ પર તેલ ભરી રાખવાની પ્રક્રિયા. (KNEE REPLACEMENT ) થી બચવા માટે. સંધિવાત, ગોઠણનો દુઃખાવો, ઢાકણીનો દુઃખાવો, ઢાકનીનો ઘસારો દૂર થઇ છે.

ગ્રીવાબસ્તી : વિશેષ પદ્ધતિ દ્વારા ડોક (ગરદન) પર તેલ ભરી રાખવાની ક્રિયા. ગરદન જકડાઈ જવી, સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ,ગરદનના મણકામાં થતા ઘસારામાં ઉપયોગી છે.

સોંદર્ય ચિકિત્સા : આયુર્વેદિક ઓષધિયોના લેપ દ્વારા મુખ પર ના કાળા દાગ ,ખીલ,HERBAL FACIAL વગેરેની સારવાર.

કર્ણ પૂરણ : કસમયે સફેદ વાળ, ખરતા વાળ, ઉંદરી,ટાલ તથા વાળના વિકાસ માટે.

ગંડુષ - કવલ : પાન, માવા, ગુટકાથી મુખ ઓછુ ખુલવું (ORAL SUBMUCOUS FIBROSIS) મોઢામાં છાલા પડવા, પાયોરિયા વગેરે થનારી મો –દાંતની તકલીફોમાં અસરકારક સારવાર.

ષષ્ટિશાલી પિંડ સ્વેદ : ઔષધ યુક્ત ભાતની પોટલી બનાવી તેના દ્વારા માલીશ અને સેક કરવાની વિશિષ્ટ ક્રિયા. બાળકો માં જોવા મળતી જન્મજાત ખોડખાંપણ, માંસપેશી નો નબળાઈ,પોલીયોમાં ઉપયોગી છે.


દારૂ સિગારેટ, ગુટકા છોડાવો કહ્યા વગર

ઉપલબ્ધ સારવાર

ચામડીનાં રોગો : સોરાઈસીસ,ખીલ ખરજવું,શીળસ,કોઢ (સફેદ દાગ)

પેટના રોગો: ગેસ, એસીડીટી, કબજીયાત, કૃમિ, મરડો, આંતરડામાં ચાંદા, IBS.

સાંધા રોગો: સંધિવા, સાંધાનો ઘસારો, સાયટીકા, મણકાનો ઘસારો, RA, URIC ACID આદિ.

શ્વસન તંત્રના રોગો : જૂની શરદી,અલેર્જી , દમ, ખાસી આદિ.

પેશાબના રોગો: પથરી,પેશાબમાં બળતરા, પ્રોસ્ટેટના રોગો.

મળમાર્ગના રોગો : હરસ, મસા, ભગંદરમાં ઓપેરેશન વગર સારવાર.

વાળના રોગો : ખરતા વાળ, અકાળે સફેદ વાળ, ઉંદરી, ટાલ.

માનસિક રોગો : ડિપ્રેશન, અનિંદ્રા, તણાવ, ચિંતા, નાના બાળકોની માનસિક તથા શારીરિક નબળાઈ.

સ્ત્રી રોગો : સફેદ પાણી પડવું, માસિકની અનિયમિતતા, ગર્ભાશયના રોગો, વંધ્યત્વ.


ઉપલબ્ધ સુવિધાઓ

☛ તાવથી કેન્સર સુધીના દરેક રોગોનું નિદાન - સારવાર.

☛ પંચકર્મની વૈજ્ઞાનિક અભિગમથી ચિકિત્સા.

☛ વંધ્યત્વ નિવારણ કેન્દ્ર.

☛ ગર્ભ સંસ્કાર કેન્દ્ર.

☛ સુવર્ણ પ્રાશન કેન્દ્ર.

☛ સોંદર્ય ચિકિત્સા કેન્દ્ર.

☛ વ્યસનમુક્તિ કેન્દ્ર.

☛ સ્ટ્રેસ મેનેજમેન્ટ થેરાપી.

રીફ્લેક્ષોલોજી , ઓટોમેટીક મશીન દ્વારા સ્પાઈનલ મસાજ. નીરોગી જીવન માટે યોગ્ય દિનચર્યા - ઋતુચર્યા પ્રમાણે આહાર- વિહારનું માર્ગદર્શન.

☛ obesity નિવારણ કેન્દ્ર.

☛ નાડી પરિક્ષણ – પ્રકૃતિ પરિક્ષણ.

☛ યોગ પ્રાણાયામ- મેડીટેશન કેન્દ્ર.

☛ કપીંગ અને અગ્નિ કર્મ.

☛ દરેક રોગ અનુસાર આહાર- વિહાર વિશે માર્ગદર્શન.

☛ રીફ્લેક્ષોલોજી , ઓટોમેટીક મશીન દ્વારા સ્પાઈનલ મસાજ.

☛ નીરોગી જીવન માટે યોગ્ય દિનચર્યા - ઋતુચર્યા પ્રમાણે આહાર- વિહારનું માર્ગદર્શન.


Testimonials

Like Us On Facebook

Our Success